ગાંધીધામની વિવિધ સંસ્થાઓએ તબીબ પરના હુમલાને વખોડયો

ગાંધીધામ, તા. 16 : કોલકાતામાં તબીબ ઉપર થયેલા હુમલાને નીંદનીય ગણાવી ગાંધીધામની વિવિધ સંસ્થાએ બનાવને વખોડી દેશ વ્યાપી  હડતાળને  ટેકો જાહેર કર્યો હતો. તબીબો પર અવાર-નવાર હુમલાના બનાવો બનતા હોય છે. તાજેતરમાં આ જ પ્રકારે   આરોગ્ય કેન્દ્રમાં  તબીબો  પર થયેલા હુમલા સંદર્ભે  ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને લડત આરંભીને તબીબોના પૂરતા પ્રમાણમાં રક્ષણ માટે કાયદો લાવવા માટે કેન્દ્ર સરકાર  સમક્ષ  વિનંતી કરી હતી. આજે યોજાનારી હડતાળને  સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીધામ તાલુકા, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ, જય પરશુરામ સેવા બ્રહ્મસમાજ, રોટરી કલબ-આદિપુર, ગાંધીધામ સિન્ધી સમાજ, લાયન્સ કલબ-આદિપુર, લાયન્સ કલબ-ગાંધીધામ, થરી માહેશ્વરી મહાજન, આયુર્વેદિક એસોસિયેશન આદિપુર-ગાંધીધામ, હોમિયોપેથી એસોસિયેશન-ગાંધીધામ, ડેન્ટલ એસોસિયેશન-ગાંધીધામ, જાયન્ટ ગ્રુપ-ગાંધીધામ, જાયન્ટ સહેલી ગ્રુપ, ભારત વિકાસ પરિષદ, લોહાણા સમાજ-ગાંધીધામ, લોહાણા યુવક મંડળ-ગાંધીધામ, દરજી સમાજ-ગાંધીધામ, ઔદિચ્ય બ્રહ્મસમાજ -ગાંધીધામ, રાજસ્થાન જૈન નવયુવક મંડળ સહિતનાએ  ટેકો જાહેર કર્યો હતે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer