અંજાર શહેર અને તાલુકાની ખાનગી શાળામાં લેવાતી ફીની તંત્ર તપાસ કરે

અંજાર, તા. 16 : અંજાર શહેર અને તાલુકાની ખાનગી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ગુજરાત સરકારના ફીના નિયમો મુજબ ફી લેવાય છે કે કેમ તેની તપાસ કરવા જિલ્લા શિક્ષણાધિકારીને જિલ્લા કોંગ્રેસના મંત્રી દિનેશભાઇ માતાએ રજૂઆત કરી હતી.કેટલીક શાળાઓની નામ જોગ રજૂઆત ઉપરાંત ખાનગી શાળાઓમાં તપાસની માંગ કરતાં શ્રી માતાએ જણાવ્યું હતું કે અમુક શાળા દ્વારા ફી રેગ્યુલેશનના નિયમથી વધારે પડતી ફી ઉઘરાવાય છે. તદઉપરાંત ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને અવર જવર માટેની બસના ભાડાની રકમ 10 મહિનાને બદલે 12 મહિનાની લેવાય છે અને બસ ભાડું પણ વધુ લેવાય છે તે અયોગ્ય છે. શ્રી માતાએ વેકેશન દરમ્યાનના બસ ભાડાની રકમ ન લેવાય તેવી પણ રજૂઆત કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer