ચારણોના પ્રાણની પ્રતિષ્ઠા આઇ સોનલમાએ કરી

ચારણોના પ્રાણની પ્રતિષ્ઠા આઇ સોનલમાએ કરી
કાઠડા (તા. માંડવી), તા. 11 : મનુષ્ય દેહમાં પ્રાણઊર્જાનો સંચાર કરવામાં આવે તો મનુષ્યનું જીવન દેવતુલ્ય બની જાય છે, એવા જ આઇ?ચેતનાનાં તત્ત્વથી સોનબાઇ માતાજીએ ચારણ સમાજને  પ્રવેશ, પ્રયાસ અને પ્રવાસોથી પ્રાણની પ્રતિષ્ઠા કરી સદાચારી સમાજ બનાવ્યો છે, તેવું સોનલમા મંદિર કાઠડાના દસમા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે  ધર્મસભાને સંબોધતાં ચારણ સાહિત્યકાર ડાયાભાઇ ગઢવીએ કહ્યું હતું. આ પ્રસંગે રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુએ કહ્યું કે, ધર્મ, નીતિ અને વ્યવહારમાં જે સમાજ ઊજળો હશે એ સમાજની પ્રગતિને કોઇ અવરોધ રોકી નહીં શકે. અ. કચ્છ ચારણ સમાજ અધ્યક્ષ વિજયભાઇ ગઢવીએ  સમાજના યુવાનોને સોનલમય જીવન જીવીને પુરુષાર્થમય અને અહમ્ રહિત જીવન જીવવા માટેની પ્રેરણા આપી હતી. સભાના અધ્યક્ષસ્થાનેથી ગુજરાતના પૂર્વ વહીવટી અધિકારી વસંતદાન ગઢવીએ ક્ષમા એ મહાપુરુષોનું આભૂષણ છે. ચારિત્ર્ય, સંયમ અને સદાચાર હોય તો ક્ષમા કરી શકાય એ આઇમાના આદેશ દરેક માનવમાત્રને અનુસરવા કહ્યું હતું. જ્યારે અન્ય વકતાઓ  આઇ.એસ. અધિકારી જગદીશભાઇ કે. ગઢવી,  અબડાસા તા.પં.ના મૂળરાજ ગઢવી સહિતના વકતાઓએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. અંબેધામ ભાડાના થારઇ માતાજી,  માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ચા.સ. ઉપપ્રમુખ દેવરાજભાઇ ગઢવી, કે.ડી.સી.સી.ના ભુજના       ચેરમેન દેવરાજ ગઢવી,  માંડવી તા.પં.ના રાણશી ગઢવી, દમયંતીબેન ગઢવી, ભુજ આર્ય સમાજના જયકુમાર શાત્રીજી, અરવિંદભાઇ ગઢવી (કરોડિયા), મુંદરાના ધારાશાત્રી વિશ્રામભાઇ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા, ચા.સ. અગ્રણી વીરેન્દ્રભાઇ કાનાણી, માંડવી તા.પં.ના પૂર્વ પ્રમુખ હરિભાઇ?ગઢવી,  ચા.સ.ના જાણીતા દાનવીર ઇશ્વરભાઇ મુંધુડા, સરપંચો વિરમ ગઢવી (નાના લાયજા), સામત ગઢવી (પાંચોટિયા), કાન્તિ ભાનુશાલી (શિરવા), કાઠડા ચા.સ. પ્રમુખ દેવાંગ ગઢવી, સરપંચ ભારૂ ગઢવી વગેરે અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા. આ સભા દરમિયાન પધારેલા દરેક અગ્રણીઓ તથા દસ વર્ષ સુધી મંદિરમાં સેવા આપતા સોનલધામ અધ્યક્ષ જાદવજીભાઇ ગઢવી તથા મહાપ્રસાદના દાતા લખમશી બાપા વાડિયાનું સન્માન કરાયું હતું. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા તથા માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહી અને ધાર્મિક કાર્ય માટે રૂા. 3.3 લાખની ગ્રાન્ટ જાહેરાત કરી હતી તથા રૂા. 51,000 દેવરાજભાઇ ગઢવી (નિવૃત્ત પો. ખાતા), રૂા. 51,000 રતનમા ખેતશી નાગડા પરિવાર, અંબેધામ ગોધરા, શાંતિભાઇ તથા અન્ય દાતાઓએ દાનની જાહેરાત કરી હતી. સભા સંચાલન દેવાંગભાઇ વિઝાણીએ કર્યું હતું. પ્રારંભે વહેલી સવારે આરતી, યજ્ઞાદિ કર્મ બાદ પધારેલા સંતો અને અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય બાદ કાઠડા ચા.સ. તરફથી અગ્રણીઓના હસ્તે સોનલધામ ટ્રસ્ટને રૂમની અર્પણવિધિ કરાઇ હતી. બાદ ધર્મસભા અને મધ્યાંતર પછી બીજા સત્રમાં રાસ ગરબા, સાંજે મહાઆરતી અને રાત્રે સંતવાણી યોજાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer