ગાંધીધામમાં મોબાઇલ ફોન ચોરતો શખ્સ લોકોએ પકડયો પણ...

ગાંધીધામમાં મોબાઇલ ફોન ચોરતો શખ્સ લોકોએ પકડયો પણ...
ગાંધીધામ, તા. 11 : શહેરના ચાવલા ચોક વિસ્તારમાં એક શખ્સને લોકોએ મોબાઇલની ચોરી કરતાં પકડી પાડયો હતો અને પોલીસને સોંપી દીધો હતો, પરંતુ આ અંગે પોલીસનો ચોપડો કોરો જ રહ્યો હતો. શહેરના ચાવલા ચોક વિસ્તારમાં આજે સવારના ભાગે જીન્સ પેન્ટ અને શર્ટ પહેરેલા એક શખ્સને લોકોએ પકડી પાડયો હતા. મોબાઇલની ચોરી કરનારા આ શખ્સને લોકોએ આંખ બતાવતાં તેણે પોતે પોતાની જીન્સ પેન્ટમાં છુપાવેલો મોબાઇલ કાઢી આપ્યો હતો અને પોતે ચોરી નથી કરી પરંતુ એક શખ્સ ચોરી કરીને નાસી રહ્યો હતો તેને માર મારી પોતે મોબાઇલ લઇ લીધો હોવાની કેફિયત આપતો તેનો વીડિયો વાયરલ થયો હતો. આ વાત કરતાંની સાથે બે યુવાન તેની ઉપર હાથ સાફ કરતા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. બાદમાં તેને બાઇક ઉપર બેસાડી પોલીસ મથકે લઇ?જવાની વાત કરાય છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરતાં આવો કોઇ જ બનાવ ચોપડે ન ચડયો હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ પણ 400 ક્વાર્ટરમાં, ગુરુકુળ વિસ્તાર, ભારતનગર વિસ્તારમાં લોકોએ ચોરને પકડીને પોલીસને સોંપ્યા છે પરંતુ આવા બનાવોમાં પોલીસને રસ ન હોય તેમ ચોપડે કાંઇ ચડતું જ નથી તેવો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer