ભાડા ગામને હરિયાળું બનાવવા ગ્રામજનો સંકલ્પબદ્ધ

ભાડા ગામને હરિયાળું બનાવવા ગ્રામજનો સંકલ્પબદ્ધ
કોડાય (તા. માંડવી), તા. 11 : ભાડા ગામે ગાત્રાળ માતાજી મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વાનરિયા ગઢવી પરિવાર દ્વારા આયોજિત આ પ્રસંગે ધ્વજારોહણ, હવન-યજ્ઞ વિ. યોજાયા હતા. ધર્મસભામાં આઇ દેવલમા (વેરાવળ)એ પર્યાવરણની જાળવણી એ સૌની પ્રાથમિક ફરજ ગણાવી વૃક્ષોના વાવેતર સાથે તેનું જતન કરવા કહ્યું હતું. ચારણ સમાજના પ્રમુખ?વિજયભાઇ ગઢવીએ ધર્મની સાથે પર્યાવરણ જાગૃતિના આ કાર્યને બિરદાવતાં સર્વેને આવા કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી. તા.પં. ઉપપ્રમુખ રાણશીભાઇ ગઢવીએ સરકારની કલ્યાણકારી યોજનાઓની વિગત આપી વધુથી વધુ તેનો લાભ લેવા અનુરોધ?કર્યો હતો. અખિલ ભારત ચારણ (ગઢવી) મહાસભા યુવા સંગઠનના નવનિયુક્ત પ્રમુખ મોમાયાભા ગઢવી અને ઉપપ્રમુખ (અખિલ ભારતીય ચારણ?(ગઢવી) મહાસભા-ગુજરાત પ્રદેશ) અશોકભાઇ ગઢવી (રાજકોટ)નું વિશિષ્ટ સન્માન કરાયું હતું. સન્માનના પ્રત્યુત્તરમાં સતત સમાજોત્થાનના કાર્યો સાથે સંગઠનને મજબૂત કરવા ખાતરી આપી હતી. થારઇમા (અંબેધામ), લાછબાઇમા (પાંચોટિયા), જીવણભાઇ ગઢવી (કથાકાર)એ આશીર્વચન પાઠવ્યા હતા. ગામની પાદરે 400 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું અને ગામને હરિયાળું બનાવવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા. આ પ્રસંગે વરજાંગભાઇ ગઢવી (પ્રમુખ-માંડવી સરપંચ સંગઠન), જીતુભાઇ ગઢવી?(પ્રમુખ-વેરાવળ ચારણ સમાજ), માજી શિક્ષક પ્રવીણ મારાજ, નારાણ ગઢવી (એડવોકેટ), સામત ગઢવી (સરપંચ-પાંચોટિયા), વિરમ ગઢવી (નાના લાયજા), ભરત ગઢવી (સરપંચ-ભીંસરા), રાજાભાઇ ગઢવી, વેજાંદ ગઢવી (ભાડિયા), ભાવેશ ગઢવી?(કાઠડા), સામરાભાઇ ગઢવી, ભારૂભાઇ ગઢવી, હરજી ગઢવી, ભીમશી ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણના સહયોગી કાનિયા દેવરાજ (ગાંધીધામ) રહ્યા હતા. મહાપ્રસાદના દાતા જેઠાભાઇ વાનરિયા રહ્યા હતા. સંચાલન દેવરાજભાઇ?(એડવોકેટ) અને આભારવિધિ ડોસા ખેંગાર ગઢવીએ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer