અંજાર તા.માં. તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો આરંભ

અંજાર તા.માં. તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો આરંભ
અંજાર, તા. 11 : સરકાર દ્વારા સુજલામ - સુફલામ જળ અભિયાન-2019 હેઠળ તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો આરંભ અંજાર તાલુકામાં ગોપાલનગર ખાતેથી થયો છે. ગુજરાત સરકાર દ્વારા સુજલામ - સુફલામ જળ અભિયાન 2019 અંતર્ગત હયાત તળાવોને ઊંડા ઉતારીને તેની જળસંગ્રહ શ્રમતા વધારવાના અભિયાનમાં ભીમાસર સ્થિત રત્નમણિ મેટલ્સ એન્ડ ટુબ્સ લિ.ના નાણાકીય સહયોગથી અને એનાર્ડે ફાઉન્ડેશન-અંજારનાં માર્ગદર્શનથી અંજાર તાલુકાના ગોપાલનગર ખાતે ગામના આગેવાન રમેશભાઇ ડાંગરના હસ્તે શ્રીફળ વધેરીને તળાવને ઊંડુ કરવાના અભિયાનની શરૂઆત કરાઇ હતી. આ પ્રસંગે સુરેશભાઇ અંતાણી (મેનેજર એચ.આર.)ગામના આગેવાન બાબુભાઇ દુદાભાઇ, માજી ઉપસરપંચ નારાણભાઇ વલુભાઇ, ગામના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે એનાર્ડે-અંજારના ડિસ્ટ્રીકટ આર.ડી.ઓ. પ્રભાતભાઇ મ્યાત્રાએ પાણી બચાવવું એ માત્ર સરકારની એકની જ જવાબદારી નથી પણ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે અને કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં જળસંગ્રહ જેવું કોઇ પુણયનું કામ નથી, અને આ માટે સરકાર, સંસ્થાઓ, કચ્છના કોર્પોરેટ હાઉસીસ અને લોકો સૌ સાથે મળી સહિયારો પુરુષાર્થ કરીએ તે આજના સમયની માંગ છે. આ તળાવ ઊંડા ઉતારવા માટે સિંચાઇ વિભાગના ડે. એન્જિનીયર અરજણભાઇ માતા તથા આસિ. એન્જિ. ભરતભાઇ રાબડિયા માર્ગદર્શન આપી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer