એબીનો ફોન આવ્યો ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું: પ્લેસિસ

સાઉથમ્પટન તા.11: દ. એબી ડિ'વિલિયર્સની સંન્યાસમાંથી વાપસી કરીને વર્લ્ડ કપ રમવાની ઇચ્છા વ્યકત કરવા પર ચાલી રહેલ વિવાદ પર દ. આફ્રિકાના કેપ્ટન ફાક ડૂ પ્લેસિસે મૌન તોડયું છે. તેણે કહ્યંy છે કે મારી સાથે એબીડીની વાત થઇ હતી, પણ ત્યારે ઘણું મોડું થઇ ચૂકયું હતું. પ્લેસિસે આ વાત વેસ્ટ ઇન્ડિઝ સામેની ગઇકાલની મેચ વરસાદમાં ધોવાઇ ગયા બાદ કરી હતી. પ્લેસિસે કહ્યું કે ડિ'વિલિયર્સ ભારતમાં જયારે આઇપીએલ રમી રહ્યો હતો ત્યારે  હું પણ ભારતમાં જ હતો. ત્યારે તેણે મને ફોન કરીને આ વાત કરી હતી. અમે રૂબરૂ મળ્યા ન હતા. ફકત ફોન પર જ વાત થઇ હતી. ટીમ પસંદગીની આગલી રાત્રે તેણે ફોન કર્યો હતો. આથી મેં કહ્યંy કે હવે ઘણું મોડું થઇ ચૂકયું છે. કારણ કે ટીમ લગભગ નકકી છે. આમ છતાં મેં કોચ અને પસંદગીકારો સાથે ચર્ચા કરી હતી, પણ તેમનું એવું જ કહેવું હતું કે હવે ઘણું મોડું થઇ ચૂકયું છે. મેચ બાદની પત્રકાર પરિષદમાં આફ્રિકી સુકાની પ્લેસિસે સ્વીકાર્યું કે આજે જો ઓછી ઓવરની મેચ રમાઈ હોત તો વેસ્ટ ઇન્ડિઝનું પલડું ભારે રહેત. અમે બે વિકેટ પણ ગુમાવી ચૂકયા હતા. આથી એક પોઇન્ટથી સંતુષ્ઠ છીએ. આફ્રિકા તેની પહેલી ત્રણ મેચ ગુમાવી ચૂકયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer