ધોની-હાર્દિક બેટિંગ કરતા હોય ત્યારે સામા છેડે ઊભા રહેવાનું પસંદ : કોહલી

લંડન, તા. 11 : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યંy છે કે તે બેટિંગ કરતી વખતે કયારે પણ આક્રમક બની શકે છે, પણ જ્યારે સામા છેડે મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડયા જેવા મોટા શોટ મારનારા બેટ્સમેન હાજર હોય ત્યારે સહાયક બેટધરની ભૂમિકા ભજવવી સારી રહે છે. એવું ભાગ્યે જ જોવા મળે છે કે કોહલી જ્યારે આખરી ઓવર સુધી ક્રીઝ પર હોય અને તેના રન અને દડા વચ્ચે અંતર બહુ ન હોય. ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલી આખરી ઓવરમાં આઉટ થયો હતો તેણે 77 દડામાં 82 રન કર્યાં હતા. જેના પર કોહલીએ કહ્યું કે મેં પ0 રન પૂરા કર્યાં પછી જોખમ લેવાની યોજના બનાવી રહયો હતો, પણ હાર્દિકે આવતાની સાથે જ જોરદાર બેટિંગ શરૂ કરી દીધી. આથી હું ફરી સહાયકની ભૂમિકામાં આવી ગયો. આ પછી ધોની સામે છેડે હતો એટલે તેને વધુ દડા રમવા મળે તેવી રણનીતિ હતી. હાર્દિક અને ધોની જ્યારે બેટિંગ કરતા હોય છે ત્યારે સામા છેડે ટકી રહેવાનું હું પસંદ કરું છું. તેમ અંતમાં ભારતીય સુકાની કોહલીએ જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer