વાવાઝોડાની પૂર્વ તૈયારી વખતે સંદેશાવ્યવહારની સેવા પાણીમાં બેઠી

ભુજ, તા. 11 :?એકબાજુ વાયુ વાવાઝોડાનાં પગલે તંત્ર દોડતું થયું છે તેવામાં જ સંદેશાવ્યવહારની સેવા પાણીમાં બેસી જતાં તેની પૂર્વતૈયારીને માઠી અસર થઇ?છે. સરકારી બી.એસ.એન.એલ. ઉપરાંત ખાનગી વોડાફોન કંપનીના મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા ઠપ થતાં તંત્રની સાથોસાથ ગ્રાહકો પણ બેબાકળા બન્યા હતા.આજે સવારે અને બપોરે બી.એસ.એન.એલ.ની બ્રોડબેન્ડ સેવા લંગડાઇ?હોવાથી સરકારી કચેરીઓમાં ઓનલાઇન થતા કામો રખડી પડયા હતા. જેથી લોકોને લાંબા સમય સુધી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. સાંજે ચાર વાગ્યાના આસપાસ બી.એસ.એન.એલ. અને ત્યારબાદ વોડાફોન કંપનીના મોબાઇલ ઠપ થઇ?જતાં સંદેશાવ્યવહારથી સંપર્ક ન થઇ?શકતાં અનેક લોકોની અગત્યની વાતચીત?થઇ?શકી નહોતી. આમાંયે હાલે વાવાઝોડા સામે સજ્જ થવા સરકારી તંત્રે કસરત કરી રહ્યું છે ત્યારે ખરા ટાંકણે જ સંદેશાવ્યવહારની સેવા પડી ભાંગતા મુશ્કેલી સર્જાઇ હતી. વ્હોટસએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં સતત ઓનલાઇન રહેતા લોકો બી.એસ.એન.એલ. અને વોડાફોનની સેવા ઠપ્પ થતાં બેબાકળા બન્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer