કંડલાના બંદરીય વિસ્તારને ખાલી કરાવવા અપાઈ સૂચના

ગાંધીધામ, તા. 11 : અરબી સમુદ્રમાંથી ઊઠેલાં ઙ્કવાયઙ્ખુ વાવાઝોડાંને લઈને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે. આજે ડીપીટી અધ્યક્ષે એક બેઠક યોજીને વાવાઝોડાના પ્રતિકારની યોજના ઘડી કાઢી હતી. એ મુજબ આવતીકાલે સવાર સુધી કંડલા બંદરીય વિસ્તારમાં રહેતા લોકોનું ત્યાંથી સ્થળાંતર  કરી દેવાશે. ડીપીટીના પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીના જણાવ્યા પ્રમાણે સ્થળાંતરિત લોકોના રક્ષણ અને આવાસ માટે ડીપીટીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને સક્રિય કરી દેવાયો છે. બંદર ઉપર આવી રહેલાં તમામ જહાજોને આજે સાંજે 6 વાગ્યાથી અંદર આવવાનું રદ્ કરી દેવાયું છે. હાલે બંદર ઉપર લાંગરેલાં તમામ જહાજોને સુરક્ષાના કારણોસર મોડામાં મોડા કાલે બપોર સુધી બંદરથી દૂર ચાલ્યા જવા જણાવી દેવાયું છે. અત્રે નોંધવું જરૂરી છે કે, વર્ષ 1998ની 9મી જૂને ત્રાટકેલાં વાવાઝોડાંએ કંડલા વિસ્તારમાં જાન અને માલની ભારે ખાનાખરાબી સર્જી હતી. જેના પગલે હવે પ્રશાસન ખૂબ જ સતર્ક બન્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer