રાપર-ભચાઉ તા.માં બી.એસ.એન.એલ.મોબાઇલની ફોર-જી સેવા શરૂ

ભુજ, તા. 11 : રાપર અને ભચાઉ તાલુકામાં બી.એસ.એન.એલ.ની ફોર-જી મોબાઇલ સેવા શરૂ?કરવામાં આવી છે. રાપર-ભચાઉ વિસ્તારના મોબાઇલધારકોની વરસોની માગણીને ધ્યાનમાં લઇને સાંસદ વિનોદભાઇ?ચાવડા અને ટેલિફોન સલાહકાર સમિતિના સદસ્ય ધર્મેન્દ્ર કચ્છીના પ્રયત્નોથી ટેલિફોન વિભાગ દ્વારા રાપર અને ભચાઉ તાલુકાના અંતરિયાળ વિસ્તાર સુધી ફોર-જી સવા શરૂ કરવામાં આવી છે. હાલમાં રાપર તાલુકાના રાપર શહેરના છ?ટાવર, રવ મોટી, પ્રાગપર, રતનપર, ખડીર, ધોળાવીરા, સુવઇ, રામવાવ, ગાગોદર, આડેસર, પલાંસવા, ચિત્રોડ વગેરે ગામોને બી.એસ.એન.એલ.ની ફોર-જી સેવાથી સાંકળી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભચાઉ તાલુકાના ભચાઉ શહેરના ત્રણ ટાવર, આધોઇ, લાકડિયા, સામખિયાળી, મનફરા, ઓરપેટ નગર, વોંધ, મોટી ચીરઇ વિગેરે ગામોમાં ફોર-જી ટાવરો શરૂ કરવામાં આવ્યા છે. આ રીતે ગાંધીધામથી સૂરજબારી સુધીનો નેશનલ હાઇવે તેમજ ગાંધીધામથી આડેસર સુધીના નેશનલ હાઇવેને ફોર-જી સેવા ઉપલબ્ધ કરાઇ છે.આ સેવાઓને ઝડપભેર શરૂ?કરવા માટે ભુજ ટેલિફોન વિભાગના જનરલ મેનેજર સંજીવ સંઘવી તથા તેમની ટીમનો આભાર માન્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer