ભુજ નગરપાલિકાના કાયમી કર્મી જેટલો કુશળ કામદારને પગાર આપવા માગણી

ભુજ, તા. 11 : નગરપાલિકામાં 20થી 30 વર્ષથી રોજંદારો ફરજ બજાવે છે અને તેઓને લઘુતમ વેતન પ્રમાણે પગાર ચૂકવાય છે. પરિપત્ર મુજબ પાંચ વર્ષ પછી કુશળ કામદાર ગણીને તેને જે ખાતામાં કાયમી કર્મચારીને જે પગાર અપાય છે તેવી રીતે એ કામદારોને તમામ જાતના લાભ મળવા જોઇએ તેમ છતાં ભુજ નગરપાલિકા દ્વારા રોજંદાર કર્મચારીઓને લાભ અપાતો નથી. જે તે સમયે રાજ્ય સરકારના કર્મચારીને જે પરિપત્રનો લાભ અપાય છે તે  પરિપત્રનો સુધરાઇ દ્વારા અમલ કરાશે એવો ઠરાવ પણ કરાયો છે. જેથી તેની અમલવારી કરવા ભુજ નગરપાલિકા સંયુકત કર્મચારી સંઘના પ્રમુખ મહેબુબખાન પઠાણ, મંત્રી બળવંત મોડ તથા ખજાનચી જીવા હીરા દ્વારા સુધરાઇના મુખ્ય અધિકારી સમક્ષ માંગ કરાઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer