ભુજ સુધરાઇ દ્વારા આગામી ત્રણ દિવસ સંગ્રહ અનુસાર પાણીનું વિતરણ કરાશે

ભુજ, તા. 11 : રાજ્યની સાથે કચ્છમાં તા. 12, 13, 14-6ના વાવાઝોડાની સંભવિત આગાહીને અનુલક્ષીને વીજ કંપની દ્વારા આપેલ વીજ પુરવઠા મુજબ નગરપાલિકા દ્વારા પાણીનો સપ્લાય કરી શકાશે. જેથી શહેરીજનોએ પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરી રાખવો તથા બગાડ કરવો નહીં અને કરકસરયુક્ત ઉપયોગ કરવો. ઉપલબ્ધ પાણીના જથ્થામાંથી સંગ્રહ અનુસાર પાણી વિતરણ કરાશે તેવું ભુજ સુધરાઇના મુખ્ય અધિકારીની યાદીમાં જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer