23મીએ ભુજમાં મહાવીર ખીચડી ઘર દ્વારા 13મો મેડિકલ કેમ્પ

ભુજ, તા. 10 : અહીંની સેવાભાવી સંસ્થા મહાવીર ખીચડીઘર  દ્વારા સફળતાપૂર્વક 12 કેમ્પની પૂર્ણાહુતિ બાદ આગામી 23 જૂન રવિવારે 13મા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પમાં અમદાવાદના ખ્યાતનામ સેવાભાવી તબીબ ડો. ધવલભાઈ દોશીની રાહબરી હેઠળ અમદાવાદના નિષ્ણાત તબીબોની ટીમ ટોકન ચાર્જથી સારવાર તેમજ માર્ગદર્શન આપશે. જેમાં હૃદયરોગ, ડાયાબીટીસ, થાઈરોઈડ, કેન્સર, મણકાના રોગ, સંધિવા (સાંધાના રોગ) પેટના રોગોના નિષ્ણાત તબીબો સેવા આપશે. આ કેમ્પનું આયોજન દાતા બાબુલાલભાઈ મૂલચંદભાઈ ઝવેરી પરિવાર હ. મુકેશભાઈ ઝવેરીના સહયોગથી કરવામાં આવેલું છે. તેમજ જે દર્દીને વધારે આગળ સારવારની જરૂર જણાશે તો સંસ્થા દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન તથા વધારે સારવારની ગોઠવણ કરી અપાશે વધુ માહિતી માટે ડો. જાનકીબેન ઠક્કર 8200029783, નયનભાઈ પટવા, 98252 98354, દિનેશભાઈ મહેતા, 9879207196, અશોકભાઈ લોદરિયા, 9429083210 અને નીતિનભાઈ મહેતા 9428235593નો સંપર્ક કરવા જણાવાયું છે. કેમ્પ માટે નામ નોંધાવવા મહાવીર ખીચડી ઘર, વીડી હાઈસ્કૂલ સામે ઓરિએન્ટ કોલોની કોર્નર, ભુજ તા. 13-6 સુધી સવારના 9-30થી 1-30, બપોરના 4-30થી 7-30 દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા તથા વહેલા તે પહેલાના ધોરણે નામ લખવામાં આવશે તેમજ અગાઉના તમામ રિપોર્ટ સાથે લઈ આવવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer