વરસામેડી પાસેની ફેક્ટરીમાંથી 65 હજારનો માલસામાન ચોરાયો

ગાંધીધામ, તા. 11 : અંજાર તાલુકાના વરસામેડી ગામ સ્થિત વેલ્સ્પન કંપનીમાં ઘૂસી કોઈ શખ્સો 15 વજનદાર સ્પેરપાર્ટસ કિંમત રૂા. 65,000ની ચોરી કરીને નાસી ગયા હતા. વરસામેડી નજીક આવેલી વેલસ્પન ક્રોપ પ્લેટ એન્ડ કોઈલ મિલ પ્રા. લિ. નામની ખાનગી કંપનીમાં ગત તા. 1/6થી 5/6 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. આ કંપનીમાં આવેલા સ્પેર લાઈનર વિસ્તારમાં રાખવામાં આવેલા બ્રાસના રોલ ચેન્જ રેઝ લાઈનર નંગ-7 જેમાં 1નું વજન 27 કિલો, પાંચ કિલો વજનવાળું બ્રાસનું એક ફિલ્ટર બુસ નંગ-1, 55 કિલો વજનવાળા સ્ટીલના વર્કર રોલ ચોક લાઈનર નંગ-7 એમ કુલ 15 વજનદાર વસ્તુઓ કિંમત રૂા. 65,000ની મતાની ચોરી તસ્કરોએ કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે, આવી વજનદાર વસ્તુઓની ચોરી કરવા તસ્કરોએ મોટા વાહનનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. અલબત આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer