કતલખાને લઇ જવાતા મનાતા 62 પશુને ગીતાસૈનિકો દ્વારા બચાવી અભયદાન અપાયું

અમદાવાદ, તા. 11 : આ શહેરમાં જુદાજુદા બે સ્થળે પોલીસની મદદથી કાર્યવાહી હાથ ધરીને ગીતાબેન રાંભિયા સ્મૃતિ આહિંસા ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા 62 પશુને બચાવી લઇને તેમને અભયદાન અપાવાયું હતું.  ટ્રસ્ટના સંચાલક બચુભાઇ પી. રાંભિયાની બાતમીના આધારે પોલીસને સાથે રાખીને કરાયેલી આ કાર્યવાહીમાં સરખેજ પોલીસ મથકની હદના વિસ્તારમાંથી ટર્બો ટ્રકમાં  લઇ જવાતા 61 પાડા  તથા બાલાસિનોર પોલીસ મથકની હદના વિસ્તારમાંથી એક બળદ મળી કુલ્લ  62 અબોલા જીવ બચાવાયા હતા. બચાવાયેલા જીવોને પાંજરાપોળ ખાતે મોકલી આપી અભયદાન અપાવાયું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer