ભુજમાં ન્યાયાલય બહારથી મોટા કાંડાગરાનો ઇસમ કારમાં હથિયારો સાથે ઝડપાયો

ભુજ, તા. 11 : શહેરમાં જિલ્લા ન્યાયાલય સંકુલની બહારથી મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામના હમીદ હુશેન મોદીને કારમાં છરી અને પાઇપ જેવા હથિયારો લઇ જતા પકડાયો હતો. ગઇકાલે બપોરે ભુજ શહેર એ. ડિવિઝન પોલીસે આ કાર્યવાહી હાથ ધર્યા બાદ આરોપીની અટક કરી તેની સામે ગુજરાત પોલીસ ધારા 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો. આરોપીના કબ્જાની ઇકો કારમાંથી એક છરી અને બે પાઇપ કબ્જે કરાયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું. આ ઇસમ કયા ઇરાદે હથિયારો સાથે કારમાં નીકળ્યો તેના સહિતની છાનબીન હાથ ધરાઇ હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer