ચેક પરત ફરવાના કિસ્સામાં રોહા સુમરીવાસીને કેદ-દંડ

ભુજ, તા. 11 : રૂપિયા 82 હજારના મૂલ્યના જુદાજુદા બે ચેક અપૂરતા ભંડોળના કારણે બેન્કમાંથી પરત ફરવાના કારણે ઊભા થયેલા નેગોશિયેબલ ધારા હેઠળના કેસમાં અદાલતે નખત્રાણા તાલુકાના રોહા (સુમરી) ગામના શરીફઅલી ઇશાક માંજોઠીને તક્સીરવાન ઠેરવીને તેને એક વર્ષની સાદી કેદ અને રૂા. પાંચ હજારના દંડની સજા ફટકારી હતી. ભુજમાં ગુરુકૃપા ટ્રાવેલ્સના સંચાલક ભરતાસિંહ કાનજીભા બારાચ દ્વારા આ પ્રકરણમાં શરીફઅલી માંજોઠી સામે ફરિયાદ લખાવાઇ હતી. આ અંગેનો કેસ ભુજની અધિક ચીફ કોર્ટ સમક્ષ ચાલ્યો હતો. બન્ને પક્ષની દલીલો સાંભળી અને આધાર-પુરાવા ચકાસવા સાથે ન્યાયાધીશ શ્રી દવેએ આરોપીને તક્સીરવાન ઠેરવી તેને એક વર્ષની સાદી કેદ અને રૂા. પાંચ હજારના દંડની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. દંડની રકમ ન ભરાય તો આરોપીને  વધુ એક મહિનો સાદી કેદમાં રાખવાનો પણ આદેશ  કરાયો હતો. આ કેસની સુનાવણીમાં ફરિયાદીના વકીલ તરીકે ભરતભાઇ વી. શેઠ, નીતિનભાઇ આર. ઠક્કર રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer