ગાંધીધામમાં જુગટું ખેલતા ચાર ખેલૈયા ઝડપાઈ ગયા

ગાંધીધામ, તા. 11 : શહેરના ગણેશનગર શંકર મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની અટક કરી પોલીસે રોકડા રૂા. 3850 જપ્ત કર્યા હતા. ગણેશનગર શંકર ભગવાનના મંદિર પાછળ ખુલ્લા મેદાનમાં અમુક શખ્સો જુગાર રમતા હતા. ત્યારે પોલીસે છાપો માર્યો હતો. ગોળ કુંડાળું વાળી ધાણીપાસા વડે જુગટું ખેલતા મનોજ ભોજા મહેશ્વરી, ધનજી ખેતશી મહેશ્વરી, રજાક હુસેન બુલાતર અને લાલજી હીરા મહેશ્વરી નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 3850 હસ્તગત કરાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer