ભુજમાં નવનિર્મિત શિવાલયે યોજાઇ પ્રતિષ્ઠા

ભુજમાં નવનિર્મિત શિવાલયે યોજાઇ પ્રતિષ્ઠા
ભુજ, તા. 24 : શહેરના ભાનુશાલી નગરની બાજુમાં આવેલી માધવપાર્ક સોસાયટી ખાતે શિવમંદિર નવનિર્માણ બાદ દેવાધિદેવ બિલેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો હતો. બિલેશ્વર મંદિરની ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા હરેશભાઇ વી. દવેના યજમાનપદે કરાઇ હતી. પ્રથમ દિવસે ભુજના કબીર મંદિરના મહંત કિશોરદાસજી મહારાજ, બિહારીલાલ મંદિરના મહંત મૌનીબાપુ તથા માધાપર બાલા હનુમાન મંદિરના મહંત મણિદાસજી બાપુના હસ્તે દીપ પ્રાગટય તથા આશીર્વાદ વચન બાદ ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. માધવપાર્ક સોસાયટીના 14 યુગલો ત્રિદિવસીય હવનમાં સહયોગી થયા હતા. મૂર્તિ શોભાયાત્રા, જલયાત્રામાં માધવપાર્ક સોસાયટી, રઘુવંશીનગર તથા ભાનુશાલીનગરના રહેવાસીઓએ ભાગ લીધો હતો. ધાર્મિક પ્રક્રિયા બાદ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર્વની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રીફળ હોમ સાથે ધાર્મિક વિધિ સંપન્ન થઇ હતી. ધાર્મિક વિધિના મુખ્ય આચાર્ય હાર્દિકકુમાર હરિશંકરભાઇ ભટ્ટના હસ્તે પ્રતિષ્ઠાકાર્ય સંપન્ન થયું હતું. સ્વામિનારાયણ મંદિરના સંતો તરફથી આશીર્વચન અપાયા હતા. રાજ્યના માજી મંત્રી તારાચંદભાઇ છેડા, ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઇ રાણા, માજી નગરપતિ બાપાલાલભાઇ જાડેજા, નગરસેવક અજયભાઇ ગઢવી વગેરે રાજકીય આગેવાનો ઉપસ્થિત હતા. માધવપાર્ક સોસાયટીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, મંત્રી હમીરભાઇ ખાખલા, શિવશંકરભાઇ નાકર, ધવલ ગોસ્વામી, ધવલ ડોડિયા, યુવક મંડળના પ્રમુખ?વીરેન્દ્રસિંહ જાડેજા તેમજ મહિલા મંડળના પ્રમુખ?પૂનમબા જાડેજા તથા મંદિરના પૂજારી પ્રવીણભારથી ગોસ્વામી તરફથી સહકાર મળ્યો હતો. મહાપ્રસાદના દાતા દેવેન્દ્રભાઇ?હીરજી ગોર, મંડપ-લાઇટ ડેકોરેશનના દાતા કુલદીપસિંહ ચૌહાણ, ભૂપેન્દ્રસિંહ જાડેજા, પ્રમોદ ઉપાધ્યાય તેમજ મહાઆરતીના દાતા ધવલ ડોડિયા તેમજ કાર્યકર ભાઇઓ-બહેનોનું સન્માન કરાયું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer