મેડિકલ ક્ષેત્રે બીજો ક્રમ મેળવી કચ્છી યુવતીની ઝળહળતી સિદ્ધિ

મેડિકલ ક્ષેત્રે બીજો ક્રમ મેળવી કચ્છી યુવતીની ઝળહળતી સિદ્ધિ
ભુજ, તા. 24 : અહીંના મધ્યમ વર્ગીય પરિવાર ખત્રી અ. રઝાકભાઈ (અઝહર સ્ટોર)ની પુત્રી ડો. અક્સાએ મેડિકલ ક્ષેત્રે ઝળહળતી સફળતા હાંસલ કરી છે. તાજેતરમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીના પરિણામો મુજબ ત્રીરોગ નિષ્ણાત તબીબ તરીકે એમ.એસ. ગાયનેકમાં યુનિવર્સિટીમાં બીજો નંબર મેળવી સાંગાડી પરિવાર, ખત્રી સમાજ અને કચ્છનું નામ રોશન કર્યું છે. અગાઉ ગુજરાતની ખ્યાતનામ બી.જે. મેડિકલ કોલેજમાંથી ફર્સ્ટ કલાસ ડિસ્ટીંકશન માર્કસથી એમ.બી.બી.એસ. પાસ કરીને પી.જી.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. નાનપણથી મેડિકલ ક્ષેત્રે જવા ઈચ્છતી ડો. અક્સાએ નિષ્ણાત ડોક્ટર બનવાનું સપનું પૂરું કર્યું છે. તેના પિતા પરચૂરણ છૂટક દુકાન ચલાવે છે તો માતા સમીમબાનુ પરિવારને બાંધણીના કસબથી ટેકો આપે છે. દીકરીના ઝળહળતા પરિણામથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે અને કચ્છની દીકરીને ગુજરાત લેવલે મળેલી સફળતાથી ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે. ડો. અક્સા અત્યારે રોયલ કેલેજ ઓફ ગાયનેકોલોજી-યુ.કે. લંડન દ્વારા લેવાતી ત્રણ પરીક્ષાઓ એફ.આર.સી.ઓ.જી. ડિગ્રી પરીક્ષા આપી રહી છે. એક પાર્ટ પૂરો કરી બીજો પાર્ટ પૂરો કરવાની તૈયારીમાં છે. આ પરીક્ષા પાસ કરનાર ડોકટર દુનિયામાં કોઈ પણ જગ્યાએ પ્રેકિટસ કરી શકે છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer