કુંભારિયામાં ભૂકંપમાં ધ્વસ્ત થયેલા નાગેશ્વર મંદિરે યોજાઇ પ્રતિષ્ઠા

કુંભારિયામાં ભૂકંપમાં ધ્વસ્ત થયેલા નાગેશ્વર મંદિરે યોજાઇ પ્રતિષ્ઠા
ભુજ, તા. 24 : અંજાર તાલુકાના કુંભારિયા ગામે આવેલું નાગેશ્વર મહાદેવ મંદિર ભૂકંપમાં ધ્વસ્ત થયું હતું. નંદીરાજ અને કચ્છપ તથા નાગરાજની પુન:પ્રતિષ્ઠા નાગેશ્વર મંદિરના પૂજારી સ્વ. જેરામગર રામગર ગોસ્વામીના પરિવાર દ્વારા કથાકાર કશ્યપ મહારાજ મોટા ભાડિયાવાળાની ઉપસ્થિતિમાં  યોજાઇ હતી. આ પુન: પ્રતિષ્ઠામાં અન્ય ચાર બ્રાહ્મણોએ સંસ્કૃતમાં વિધિવિધાન કર્યા હતા. કુંભારિયા ગામની આજથી ચારસો વર્ષ પહેલાં જે જાહોજલાલી હતી તે ઇતિહાસના પાનામાં કેદ છે. આ ગામ નાની મુંબઇ  કહેવાતું હતું. આ ગામમાં લખીગર બાપુનો ચૈતન્ય ધૂણો તથા કામધેનુ ગાયની સમાધિ, સામતગર બાપુની જીવંત સમાધિ, પાતાળી હનુમાન તથા ખોડિયાર મંદિર, અન્ય ધરોહરો આ એક નાગેશ્વર મંદિરમાં સચવાયેલા છે. નાગેશ્વર મહાદેવ મંદિર દર પૂનમે સામતગિરિજીની જીવંત સમાધિ તથા લખીગિરિના ચેતન ધૂણાના દર્શન માટે માનવ સમૂહ એકઠો થાય છે. કશ્યપ મારાજ (મોટા ભાડિયાવાળા) અને ભુજ ખારી નદી ભૂતનાથ મહાદેવના સેવકગણ મિત્ર મંડળે ખંડિત મૂર્તિઓની પુન: પ્રાણપ્રતિષ્ઠા માટે જહેમત ઉઠાવી હતી. પૂજારી પરિવાર, સેવક, ભકતો, ગામના સરપંચ મોમાયાભાઇ બોરીચા તથા ગામજનોએ તેઓનો આભાર માન્યો  હતો. આ મંદિરના વિકાસમાં પદ્ધર ગામના લખીગર બાપુના સેવકગણ તથા ભૂતનાથ મહાદેવ મિત્ર મંડળનો સતત સહકાર મળતો રહે છે તેવું યાદીમાં જણાવાયું છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer