માનવ મંદિરે 26મીથી પાંચ દિવસ દીક્ષા મહોત્સવ ઊજવાશે

માનવ મંદિરે 26મીથી પાંચ દિવસ દીક્ષા મહોત્સવ ઊજવાશે
માંડવી, તા. 24 : રાપર તા.ના નાની રવ ગામના માતા નાનુબેન સોમચંદ પોપટલાલ મહેતા પરિવારના મુમુક્ષુ જીનલ કાંતિલાલ મહેતા (ઉ.વ. 27) માંડવી તા.ના માનવમંદિર (બિદડા) ખાતે દીક્ષાદાતા માનવમંદિરના પ્રણેતા ગુરુદેવ દિનેશચંદ્ર મ.સા.ના સાંનિધ્યમાં આગામી 30મી મે ગુરુવારે દીક્ષા ગ્રહણ કરશે. આ પ્રસંગે તા. 26/5થી તા. 30/5 સુધી દીક્ષા મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ અંગે વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી દિનેશભાઈ શાહની યાદીમાં જણાવ્યા મુજબ પ્રથમ દિવસે ગુરુ ભગવંતો અને દીક્ષાર્થી વાજતે-ગાજતે સવારે 8 વાગ્યે માનવમંદિરમાં પ્રવેશ કરશે. બીજા દિવસે 9.30 કલાકે માળા મુહૂર્તનો કાર્યક્રમ, ત્રીજા દિવસે સવારે 9 કલાકે સ્વસ્તિક મુહૂર્ત અને બપોરે 3થી 4 સાંજી, ચોથા દિવસે સવારે 9થી 11 સન્માન સમારોહ અને વર્ષીદાનનો કાર્યક્રમ, બપોરે ર.30થી 4.30 દીક્ષાર્થી મુમુક્ષુ જીનલબેનના વિદાયમાન તથા અંતિમ દિને સવારે 8 કલાકે મહાભિનિક્રમણ અને દીક્ષા ગ્રહણ કરશે. સૂત્ર સંચાલન ધીરજભાઈ છેડા ડેપાવાળા કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાંતમુર્તિ મણિબાઈ મ.સા (ભોજાય)ના શિષ્યા જયાબાઈ મ.સા.ના 33મા વર્ષીતપના આરાધક ડો. નીતાબાઈ મ.સા., ચાંદનીબાઈ મ.સા. છેલ્લા ચાર વર્ષથી જ્ઞાનની આરાધના સાથે સંયમ જીવનની તાલીમ લઈ મુમુક્ષુ જીનલબેન વિરતીની વાટે જઈ રહ્યા છે. નવીનચંદ્રજી મ.સા., દિનેશચંદ્રજી મ.સા., સુરેશચંદ્રજી મ.સા. ઠાણા-3, પૂનમચંદ્રજી મ.સા.ના શિષ્ય તારાચંદમુનિ, પ્રશાંતમુનિ અને સમર્પણમુનિ મ.સા. ઠાણા-3 તેમજ વિશાળ સંખ્યામાં સતીવૃંદ અને કચ્છ, બનાસકાંઠા, મુંબઈથી ભક્તો ઉપસ્થિત રહેશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer