વન-ડેમાં સૌથી પહેલાં પ00 રન ઇંગ્લેન્ડ બનાવશે : કોહલી

લંડન, તા. 24 : ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીનું માનવું છે કે વન-ડે ક્રિકેટમાં ઇંગ્લેન્ડ પ00 રન કરનારી પહેલી ટીમ બની શકે છે. ઇંગ્લેન્ડના નામે પહેલેથી જ વન-ડેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ છે. ઇંગ્લેન્ડે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે 481 રન કર્યા હતા. વર્લ્ડ કપ પૂર્વે ગઇકાલે બધા કેપ્ટનોની એક સાથે મીડિયા કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કોહલીને પૂછાયું હતું કે, ટૂર્નામેન્ટમાં પ00ના આંકડાનો સ્પર્શ થશે. ત્યારે કોહલીએ તેની બાજુમાં બેઠેલા ઇંગ્લેન્ડના સુકાની ઇયાન મોર્ગન તરફ ઇશારો કરતાં કહ્યંy કે આ વસ્તુ આ લોકો પર નિર્ભર છે. મને લાગે છે બીજા કોઇ કરતાં પ00 રન પહેલાં પહોંચવા આ ટીમ વધુ ઉત્સુક છે. કોહલીએ સ્વીકાર્યું કે આ વખતે ઘણા રન થશે. આમ છતાં વર્લ્ડ કપના દબાણને લીધે 260-270 રનના લક્ષ્યનો પીછો કરવો 370-380 રન કરવા જેવો મુશ્કેલ બનશે. આથી ટૂર્નામેન્ટની શરૂઆતમાં બધી ટીમો વધુ સાવચેત રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોને ફિંચે ઇંગ્લેન્ડ અને ભારતને સૌથી મજબૂત દાવેદાર બતાવ્યા હતા અને કહ્યંy કે રાઉન્ડ રોબિન લીગ ફોર્મટને લીધે પ્રતિસ્પર્ધા ઘણી રહેશે. કોહલીએ પણ ફિંચની વાત પર સહમતી દર્શાવતા કહ્યંy કે, ઇંગ્લેન્ડની ટીમ સૌથી મજબૂત ટીમ તરીકે ઊતરશે. બીજી તરફ પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહેમદે ભારત સામેના 16 જૂને રમાનારી મેચ પર કહ્યંy કે, આ મુકાબલાની હંમેશાં બધાને પ્રતિક્ષા રહે છે. તો કોહલીએ કહ્યંy અમારા માટે આ મુકાબલો પણ બીજી મેચ જેવો સામાન્ય હશે. શરૂમાં દબાણ હોય છે, પણ પછી તેની અસર રહેતી નથી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ કપમાં કુલ 6 મેચમાં ટક્કર થઇ છે. જે તમામમાં ભારતની જીત નોંધાઇ છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer