મહેસૂલી દફતરની ભૂલથી શ્રીસરકાર થયેલી જમીનના કેસમાં અદાલતનો સ્ટે

ભુજ, તા. 24 : મહેસૂલી દફતર ઉપરની અધૂરાશોના કારણે શ્રીસરકાર થઇ ગયેલી જમીનના એક કિસ્સામાં અદાલતે આવી જમીન બાબતે તંત્ર કોઇ જ કાર્યવાહી હાલતુરત હાથ ન ધરે તેવો ચુકાદો આપ્યો હતો.માંડવી તાલુકાનાં ભાડા ગામે સર્વે નંબર 25 ખાતે આવેલી અને શ્રીસરકાર દાખલ થયેલી જમીન બાબતે ડોસા ભીમા ચારણના વારસદારોએ જમીન નિયમિત કરી આપવા માટે કરેલા દીવાની દાવાના કેસમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર.જી. પરમાર દ્વારા આ ચુકાદો અપાયો હતો. આ પ્રકરણમાં ન્યાયાધીશે સરકાર વિરુદ્ધ મનાઇહુકમ આપ્યો હતો અને જ્યાં સુધી દાવાનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી આ જમીન કોઇને ફાળવવી     નહીં અને વાદીના કબ્જામાં અડચણરૂપ થવું નહીં તેવો આદેશ કર્યો હતો. આ કેસમાં ડોસા ભીમાના વારસદારો વતી વકીલ તરીકે દેવાયત એન. બારોટ અને ખીમરાજ ગઢવી સાથે   ઉમૈર સુમરા, ચન્દ્રેશ ગોહિલ, રામ ગઢવી, મામદ હિંગોરા અને રાજેશ ગઢવી રહ્યા હતા.  

મનાઇહુકમની અરજી નામંજૂર   બીજી બાજુ માંડવીની અદાલત સમક્ષ દાખલ કરાયેલા મકાન પાર્ટિશન વિશેના કેસમાં નવા મકાનનું બાંધકામ થતું અટકાવવા માટે કરાયેલી મનાઇહુકમની અરજી નામંજૂર કરાઇ હતી. ન્યાયાધીશ પ્રિયંકા લાલ દ્વારા આ આદેશ કરાયો હતો. આ કેસમાં પ્રતિવાદીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી, પુપુલ એસ. સંઘાર અને અંકિત સી. રાજગોર રહ્યા હતા.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer