ભુજમાં સમૂહલગ્નના ફાળા મામલે ઉખેડાના યુવાન વકીલ ઉપર હુમલો

ભુજ, તા. 24 : શહેરમાં લોકસભા ચૂંટણી માટેની મતોની ગણતરી જ્યાં હાથ ધરાઇ હતી તે ઇજનેરી કોલેજના મુખ્ય દરવાજાની બહાર ગઇકાલે સાંજે એકબાજુ વિજય સરઘસ કાઢવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી તેવા સમયે નખત્રાણા તાલુકાના ઉખેડા ગામના રહેવાસી અને વ્યવસાયે વકીલ એવા ગિરીશ ઉમરશી ગોહિલ (ઉ.વ.37) ઉપર હુમલો કરીને તેમને માર મરાયો હતો. ભોગ બનનારે લખાવેલી ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકાના નાના કાદિયા ગામના મોહન વસ્તા ગોહિલે સમૂહલગ્નમાં તેના મોટા બાપાનો ફાળો કેમ લખેલો નથી તેવું કહી માથાકૂટ કરીને આ હુમલો કર્યો હતો. એ-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer