પુનડી પાટિયા નજીક ડમ્પર તળે રાહદારી બાળકીને ઇજા

ભુજ, તા. 24 : માંડવી તાલુકામાં પુનડી ગામના પાટિયા પાસે ડમ્પરની હડફેટે આવી જવાથી રસ્તો ઓળંગી રહેલી બાળકી ભક્તિબા નવીનાસિંહ જાડેજા (ઉ.વ.7)ને અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ થઇ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ ગઇકાલે સવારે ભુજ-માંડવી ધોરીમાર્ગ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. ડાબા પગમાં ફ્રેકચર સહિત શરીરના વિવિધ ભાગો ઉપર છોલછાંભ જેવી ઇજાઓ પામેલી બાળાને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. ભકિતબાના પિતા તલવાણાના નવીનાસિંહ ગોવુભાએ ડમ્પરના ચાલક સામે ફરિયાદ લખાવી હતી. માંડવી પોલીસે તપાસ હાથ ધરી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer