નવાનગરમાં અગમ્ય કારણે યુવાને ફાંસો ખાઈ જીવ દીધો

ગાંધીધામ, તા. 24 : અંજાર તાલુકાના નવાનગર ગામમાં 22 વર્ષીય યુવાન કિશનનાથ પ્રેમનાથ બાવાએ ગળાફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવ્યો હતો. પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે અકસ્માત મોતનો આ બનાવ ગત સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાને અગમ્ય કારણોસર પોતાના ધરે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer