હદપારીના હુકમના ભંગ વિશે મુંદરાના ઇસમને દબોચાયો

ભુજ, તા. 24 : સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ બદલ હદપાર કરાયેલો મુંદરાનો ગફ્yર સિધિક ગાધ નામનો ઇસમ ગેરકાયદે આવતાં તેને પકડી પાડી તેની સામે અલગથી ગુનો દાખલ કરાયો હતો. મુંદરામાં વિદ્યુત વિહાર સોસાયટી ખાતે રહેતા ગફ્yર ગાધને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હુકમના આધારે પોલીસે પકડી પાડયા બાદ તેની સામેના તડીપારના હુકમનો અમલ કરાવ્યો હતો. દરમ્યાન આ આદેશનો ભંગ કરીને આ ઇસમ હાલે પરત મુંદરા આવ્યો હોવાની માહિતી મળતાં તેના આધારે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી તેને મુંદરામાં જૂના પેટ્રોલપંપ પાસેથી બારોઇ રોડ ખાતેથી પકડી પાડયો હતો. આ ઇસમ સામે કલમ 142 મુજબ ગુનો દાખલ કરાયો હતો.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer