રાપરના ઐતિહાસિક તીર્થધામ વ્રજવાણીમાં પીવાના પાણીની તંગી

રાપર, તા. 24 : તાલુકાના ઐતિહાસિક તીર્થધામ વ્રજવાણી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ઐતિહાસિક તીર્થધામ સતીમાના મંદિરે આવતા યાત્રાળુઓ પીવાના પાણી માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ ઉપરાંત રાપરથી વ્રજવાણી જતો માર્ગ નબળી સ્થિતિમાં છે. આ માર્ગે અનેક ખાડા છે અને નંદાસર ગામ નજીક નર્મદા નહેરનો ઓવરબ્રીજ પણ તોડી નાખવામાં આવ્યો છે. જેથી વાહનો બાયપાસ પસાર થાય છે. આ બાબતે સાંસદ, ધારાસભ્ય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હોવાનું આ વિસ્તારના રણછોડ મારાજે જણાવ્યું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer