ગળપાદર જેલમાં પુનર્વાસ એક છોટા પ્રયાસ

ગળપાદર જેલમાં પુનર્વાસ એક છોટા પ્રયાસ
આદિપુર, તા. 22 : ગળપાદરમાં આવેલી પૂર્વ કચ્છ જિલ્લા જેલમાં બંદીવાન લોકોના મનોરંજન  માટે અત્રેના રોટરી કલબ દ્વારા મ્યુઝિકલ હાઉઝી સંગીતમય કાર્યક્રમનું આયોજન  કરાયું  હતું. આ વેળાએ જેલમાં દ્વિચક્રીય વાહનોની મરામતનો તાલીમ શિબિર યોજાવા જાહેરાત કરાઈ હતી.  કાર્યક્રમમાં  રોટરી કલબના અધ્યક્ષ  સીમા ક્રિપલાણી અને જેલ અધીક્ષક મનુભા જાડેજાએ  જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી નવી શીખ મળે છે અને હકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. કાર્યક્રમના  પ્રેરક તરીકે હરદેવસિંહ જાડેજા, રાજેન્દ્ર ક્રિપલાણી અને માલારા ગ્રુપના  આશિષભાઈ શશિકાંત જોષીએ સહયોગ આપ્યો હતો.  આ પ્રંસગે અતિથિપદે કાર્ગો મોટર્સના વિમલભાઈ ગુજરાલ હાજર રહ્યા હતા. તેઓએ કાર્યક્રમથી પ્રભાવિત થઈને રોટરી કલબને રોકડ ભેટ જાહેર કરી હતી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, કાનૂની મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંદીવાનો માટે  જેલમાં દ્વિચક્રીય વાહનોના સમારકામ માટેની તાલીમ શિબિર યોજવામાં આવશે. મ્યુઝિકલ હાઉઝીમાં કલાકાર લય અંતાણી, ચિંતન શર્મા, હેતલ પરમાર, અમિત પરમાર, નિશાંત દવે, નિખિલ મહેશ્વરીએ ગીત-સંગીતની   જમાવટ કરી હતી. કાર્યક્રમમાં અતિથિઓ અને અધિકારીઓનું સન્માન પણ કરાયું હતું.  પુનર્વાસ એક છોટા પ્રયાસ કાર્યક્રમનું સંચાલન રીટા કેલા અને ઈચ્છા મંગવાણીએ તથા આભારવિધિ હરીશ કલ્યાણીએ કર્યા હતા. આયોજનમાં  અલ્કેશ-નીતા મોદી, જખાભાઈ, વેલજી આહીર, સંદીપ શાહ, હેમકલા કોઠારી, અશોક મુરજાની, જ્યોતિ  ઢેબર, શરીફ ખત્રી, પૂનમ વાધવાણી, પ્રિયા બોન્ડે વગેરેએ સહકાર આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer