કોહલી એકલો વિશ્વકપ જીતાડી શકે નહીં : સચિન

નવી દિલ્હી, તા. 22 : ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી સતત રન કરી રહ્યો છે અને પાછલા કેટલાક વર્ષોથી વિક્રમોની વણઝાર રચી રહ્યો છે. જો કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું માનવું છે કે કોહલી એકલો વિશ્વ કપ જીતાડી શકે નહીં. સચિનનું કહેવું છે કે ભારતે જો વિશ્વ કપ જીતવો હશે તો કોહલીના સાથમાં બીજા ખેલાડીઓએ પણ સારું પ્રદર્શન કરવું પડશે. એક મુલાકાતમાં સચિને કુલદીપ-ચહલની ભૂમિકા, ચોથા ક્રમના બેટધર અને ઇંગ્લેન્ડની સપાટ પીચોને લઇને ખુલ્લીને વાત કરી હતી. શું વિરાટ પર એવું જ દબાણ હશે જેવું 1996, 1999 અને 2003ના વર્લ્ડ કપમાં આપ પર હતું ? જેના પર સચિને કહ્યંy મેં દબાણ અનુભવ્યું નથી. તમારી પાસે દરેક મેચમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડી હોય, પણ ટીમનો સહયોગ ન મળે તો કાંઇ થઇ શકે નહીં. બીજા ખેલાડીની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. એવું ન થાય તો નિરાશા મળે છે. ચોથા નંબર પર બેટિંગ કોણ કરે, તેવા સવાલ પર તેંડુલકરે કહ્યંy કે હાલત અનુસાર નિર્ણય લેવાનો રહે. આપણી પાસે એકથી વધુ વિકલ્પ છે. મને કોઇ સમસ્યા લાગી રહી નથી. આપણા ખેલાડીઓ અનુભવી છે અને કોઇ ક્રમે રમી શકે છે. આ મુલાકાતમાં સચિન તેંડુલકરે વન ડે ક્રિકેટમાં બેટધરોની વધતી ભૂમિકા પર નિરાશા વ્યકત કરી હતી. તેણે કહ્યંy કે બે નવા બોલ અને સપાટ વિકેટને લઇને બોલરોની હાલાત ખરાબ થઈ ગઈ છે. એક ટીમ 3પ0 કરે તો બીજી ટીમ આ સ્કોર 4પ ઓવરમાં કરી લે. ફરી એક જ બોલથી વન ડે રમાડવામાં આવે તે વિચારવું જોઇએઁ આથી બોલરોને રિવર્સ સ્વિંગ તો મળે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer