મુલુન્ડની ગૌશાળામાં જીવોની કફોડી હાલત, મોટા પાયે બાંધકામ સામે કચ્છના મહંત આંદોલન છેડશે

ભચાઉ, તા. 20 : મુલુન્ડ (મુંબઇ)ની ગૌશાળામાં આર્થિક લાભ ખાટવા કેટલાક વહીવટદારો દ્વારા મોટા પાયે બાંધકામ કરાઇ રહ્યું છે. અહીં ગાય સહિતના જીવોની દયનીય પ્રવૃત્તિનો કયાસ કાઢયા બાદ મુલુન્ડ ખાતે આંદોલન શરૂ?કરવાનું ભરૂડિયાના એકલધામના મહંત દેવનાથ બાપુએ જણાવ્યું હતું. મુલુન્ડ ગૌશાળા નથુરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવાય છે, પરંતુ હાલમાં બહુમાળી ઇમારતોનું નિર્માણ કરાતું હોવાનો આક્ષેપ ઊઠયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer