ગાંધીધામમાં નાણાંની લેતી-દેતીને લઈને ત્રણ જણ ઉપર હુમલો

ગાંધીધામ, તા. 22 : શહેરમાં નાણાંની લેતી-દેતીના મુદ્દે સાત જેટલા શખ્સોએ ધોકા વડે 3 લોકો ઉપર હુમલો કર્યો હતો.  પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે બેન્કિંગ સર્કલ વિસ્તારમાં ગઈકાલે બપોરે 3 વાગ્યાના અરસામાં વેપારના નાણાંની લેતી-દેતીના મુદ્દે  આદિપુરના સંજય ભગવાનભાઈ ભાટિયા તથા તેના ફઈના દીકરા નયન  અને વચ્ચે છોડાવવા પડેલા પ્રતિપાલસિંહ જાડેજા ઉપર  આરોપી કલ્પેશ ડાંગર, વિપુલ ડાંગર, રામ વાઢેર તથા અન્ય ચાર શખ્સે ધોકા વડે  માર મારી  ઈજાઓ પહોંચાડી હતી. મારામારીના બનાવને અંજામ આપનારે ફરિયાદી સંજયભાઈ  અને તેના સાથેના બે લોકોને ભુંડી ગાળો  આપી હોવાનું અને જાનથી મારી નાખવાની ધમકી આપી  હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે  આગળની તપાસ દિવ્યેશભાઈ સોનરાતે હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer