આદિપુરમાં જુગાર રમતા ચાર શકુની શિષ્યો જબ્બે

ગાંધીધામ, તા. 22 : આદિપુરમાં જાહેરમાં જુગાર રમતા 4 ખેલીઓને પોલીસે રોકડ રૂા.10460 સાથે પકડી પાડયા હતા.  પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ટી.સી.પી.સી ગ્રાઉન્ડમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. દરમ્યાન  શામજીભાઈ શંભુભાઈ આહીર, સાગર રમેશભાઈ ઠક્કર, સલીમ હારૂન સોઢા, રવાભાઈ ખોડાભાઈ આહીર જુગાર રમવાના આરોપસર પડકાયા હતા. પોલીસે રોકડા રૂા. 10460 તથા મોબાઈલ નંગ 6 કિ. રૂા.10000 સાથે કુલે 20460નો મુદામાલ કબ્જે લીધો હતો. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer