દુષ્કાળગ્રસ્ત અબડાસામાં વરસાદની આશાએ કપાસનું ધૂમ વાવેતર

દુષ્કાળગ્રસ્ત અબડાસામાં વરસાદની આશાએ કપાસનું ધૂમ વાવેતર
નલિયા (તા. અબડાસા), તા. 20 : અબડાસામાં બોર આધારિત ખેતી ધરાવતા 30થી 35 ગામોમાં ખરીફ પાક કપાસનું વાવેતર આરંભાયું છે. કપાસની ખેતી માટે છેલ્લા દોઢેક દાયકાથી ઊભરી આવેલા અબડાસાના ગામડાઓમાં દુષ્કાળનું વર્ષ હોવા છતાં વાવેતરનો ધમધમાટ શરૂ થયો છે. દર વર્ષે અબડાસાના પિયત ગામોની એકાદ લાખ એકર જમીનમાં વાવેતર કરાય છે. તદઅનુસાર ચાલુ વર્ષે પણ એટલી જ જમીનમાં વાવેતર થશે. તાલુકાના કોઠારા, ભાનાડા, પ્રજાઉ, લાલા, ડુમરા, વરાડિયા, રવા, ભાચુંડા, બુડિયા, ગઢવાડા, ધનાવાડા, હાજાપર, નુંધાતડ વગેરે ગામોમાં વાવેતર આરંભાયું છે. કપાસનું વાવેતર મુખ્યત્વે શ્રમિકો રોકીને કરવું પડે છે. રોજના રૂા. 250થી 300ના ભાવે જે-તે ગામમાં શ્રમિકો મળતા નથી. અન્ય ગામોમાંથી છકડા દ્વારા શ્રમિકોને લઈ આવી કપાસનું વાવેતર આરંભાયું છે. આઠથી દશ હજાર જેટલા મજૂરો તેમાં રોકાયેલા હોતાં દુષ્કાળ વર્ષમાં આ રીતે શ્રમિકોને રોજગારી મળે છે. કપાસ વાવણીનું કામ જૂન મહિના સુધી ચાલશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer