બાદરગઢ પાસે એસ. ટી. બસને અકસ્માત : આઠ પ્રવાસી ઘવાયા

બાદરગઢ પાસે એસ. ટી. બસને અકસ્માત : આઠ પ્રવાસી ઘવાયા
ગાંધીધામ, તા. 20 : રાપર તાલુકાનાં બાદરગઢ નજીક એસ.ટી. બસને અકસ્માત નડતાં આઠેક પ્રવાસીઓને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. જો કે સદ્નસીબે ગંભીર અકસ્માત ટળતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ અકસ્માતનો આ બનાવ આજે સવારના અરસામાં સર્જાયો હતો. રાપરથી અંજાર જતી બસ બાદરગઢ જલારામ મંદિર પાસે પહોંચી તે અરસામાં બસમાં અચાનક યાંત્રિક ખામી સર્જાઈ હતી. આ કારણે બસ રોડ ઉપરથી ઊતરી જઈ નીચે બાવળની ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતના આ બનાવમાં બસમાં સવાર આઠેક જેટલા પ્રવાસીઓને ઈજા પહેંચી હતી. જેમાં શાંતાબેન ગોસ્વામી, મધુબેન કોલી, ચેતનાબેન ગોસ્વામી અને શાંતિબેન કોલીને શરીરના વિવિધ ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફત રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં રાપરના ઈન્ચાર્જ પી.આઈ. જે.એચ. ગઢવી, રાપર એસ.ટી ડેપો મેનેજર વિશાલ ગોહિલ વગેરે ઘટનાસ્થળે ધસી ગયા હતા અને બસના મુસાફરોને સારવાર માટે કાર્યવાહી કરી હતી. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બસમાં પણ નુકસાની થઈ હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer