વેલસ્પન કંપનીમાંથી 3 લાખના લોખંડના એંગલની તસ્કરી

ગાંધીધામ, તા. 20 : ભચાઉમાં બંધ ઘરમાંથી 2.55 લાખની તસ્કરીનો બનાવ નોંધાયા બાદ અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલી વેલસ્પન કંપનીમાં રાત્રિ દરમ્યાન તસ્કરોએ ત્રાટકીને બેખોફ ત્રણ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે વેલસ્પન કંપનીના તસ્કરીનો બનાવ ગત ભાંગતી રાત્રિના અરસામાં બન્યો હતો.ચાર જેટલા અજાણ્યા શખ્સો વેલસ્પન કંપનમાં ટ્રક લઈ અંદર ઘુસ્યા હતા.અજાણ્યા શખ્સો બે ગેસ કટરથી સળિયા કાપી ટ્રકમાં નાખતા હતા આ દરમ્યાન સુરક્ષા કર્મીઓનું ધ્યાન જતાં તેમણે પડકાર્યા હતા. પરંતુ ટ્રક લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. કંડલા એરપોર્ટની પાછળ વિકસાવવામાં આવેલા કંપનીના બીજા વિભાગમાં તસ્કરીના આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. ચોરાઉ લોખંડના અંઁગલની કિંમત રૂા.3 લાખ આંકવામાં આવી છે. પોલીસે આંબાલાલ નાથાલાલ રબારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer