આડેસર પાસેથી પોલીસે 14 અબોલ જીવને બચાવી લીધા

આડેસર પાસેથી પોલીસે 14 અબોલ જીવને બચાવી લીધા
ગાંધીધામ, તા. 20 : રાપર તાલુકાની આડેસર ચેકપોસ્ટ પાસે ગત મોડી રાત્રિના પોલીસે પશુઓને કતલખાને લઈ જતી ટ્રકને ઝડપી પાડી હતી.જો કે, ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પશુઓની ગેરકાયદે હેરાફેરી તથા કતલખાને લઈ જવાતા અબોલ જીવોને બચાવવાની પોલીસવડાની સૂચનાના આધારે ભચાઉ ડીવાયએસપીનાં માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રિના વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીના આધારે જી.જે. 12. એ.યુ. 9996 નંબરની ટ્રક પસાર થતાં તેને રોકવામાં આવી હતી. પરંતુ ચાલકે ટ્રક દોડાવી દેતાં ફિલ્મી ઢબે પોલીસે પીછો કર્યો હતો. આરોપી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આ દરમ્યાન ટ્રકમાં પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વિના પશુઓ ખીચોખીચ ભરાયેલા નજરે પડયા હતા. પશુઓના પગ અને મોઢા ત્રાસદાયક રીતે બાંધી રાખ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન 10 ભેંસ, એક પાડો અને 3 નાની પાડીઓ સહિત 14 નંગ પશુઓને કતલખાને લઈ જતા બચાવાયા હતા. તમામ પશુઓને આડેસર જીવદયા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer