આહીર સમાજના 22 નવયુગલનાં પ્રભુતામાં પગલાં

આહીર સમાજના 22 નવયુગલનાં પ્રભુતામાં પગલાં
રાપર, તા. 20 : અમરાપરમાં અગાઉ વૈશાખ વદ તેરસ એટલે કે અંધારી તેરસના લગ્ન યોજાતા હતા પરંતુ ખડીર આહીર સમાજના આગેવાન વેલજીભાઈ સવાભાઈ આહીરના પ્રયાસોથી વૈશાખ સુદ તેરસના દિવસે લગ્ન યોજાય છે. જે અંતર્ગત તાજેતરમાં ખડીરના ઉપરોક્ત ગામે કુલ બાવીસ લગ્ન યોજાયા હતા. જેમાં અમરાપરમાં બે, ગણેશપરમાં સતર અને રતનપરમાં ત્રણ લગ્ન યોજાયા હતા તેવું રતનપરના સરપંચ દશરથભાઈ આહીરે જણાવ્યું હતું. આજે યોજાયેલા લગ્ન પ્રસંગોમાં વેલજીભાઈ આહીર, ડાયાભાઈ આહીર, રૂપેશ પટેલ, ખીમજીભાઈ ઢીલા, નારણ પટેલ, કરસન ડાયા, સામજીભાઈ આહીર, ભીમા હીરા, સરપંચ દશરથભાઈ આહીર વિ. અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં આહીર સમાજની મોટી વસ્તી છે. અને આ સમાજ દરેક સમાજ સાથે ભાઈચારો રાખી દરેક પ્રસંગમાં સામેલ થાય છે. એક સમયે ખડીરમાં ગમે તે લોકો આવે પણ સવજીભાઈ પટેલ (સવા પટેલ)ના ઘરેથી કોઈ ભૂખ્યું ના જાય. ખડીરમાં લોકોને ભોજન મેળવવા માટે ખૂબ મુશ્કેલી હતી ત્યારે રતનપરમાં સવાભાઈ પટેલ આહીરના ઘરે જમતા હતા. આ પરંપરા તેમના પુત્ર વેલજીભાઈ અને હવે પૌત્રએ પણ જાળવી રાખી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer