નાગર જ્ઞાતિની કારોબારી બિનહરીફ વરાઇ

નાગર જ્ઞાતિની કારોબારી બિનહરીફ વરાઇ
ભુજ, તા. 20 : હાટકેશ્વર જાગીર કમ્મુખવાસ, અન્નક્ષેત્ર અને નાગર જ્ઞાતિ ભોજનશાળા ટ્રસ્ટ-ભુજ, ભુજ વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળની સામાન્ય સભા મળી હતી, જેમાં 253 જેટલા સભ્યો હાજર રહ્યા હતા, તેમાં નવી કારોબારી સમિતિના સભ્યો વરાયા હતા. બિનહરીફ પ્રમુખ અતુલભાઇ મહેતાએ જ્ઞાતિજનોને આવકાર આપીને ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન સાથ-સહકાર આપવા બદલ આભાર માન્યો હતો. સાથે જે રીતે આજે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર છે તેમ દરેક મિટિંગમાં હાજર રહેવા માટે પણ વિનંતી કરી હતી. ગત મિનિટસનું વાંચન સંસ્થાના મંત્રી ડો. ઊર્મિલ એચ. હાથીએ કર્યું હતું. ખજાનચી ગિરીશભાઇ પી. વૈશ્નવ દ્વારા ઓડિટેડ હિસાબોનું વાંચન કરાયું હતું. ત્યારબાદ આગામી ત્રણ વર્ષ માટેની જ્ઞાતિ સંસ્થાની નવ જણની કારોબારી નિયુક્ત કરવા માટે ચૂંટણી અધિકારી તરીકે સિનિયર એડવોકેટ નિરંજનભાઇ?ડી. વૈદ્યની નિમણૂક કરવામાં આવી હતી. કારોબારી સમિતિ માટે ઉમેદવારી નોંધાવવાનું જણાવતાં આલોક સી. ધોળકિયા, અભિજિત બી. ધોળકિયા, જગદીશ?જે. અંજારિયા તથા કમલેશ પી. વૈશ્નવ (કે.પી.)ના નામની દરખાસ્ત-ટેકો મૂકવામાં આવ્યા હતા અને અન્ય પાંચ નામ મૂકવા જણાવવામાં આવતાં જ્ઞાતિના પૂર્વ ટ્રસ્ટી કપિલભાઇ?એમ. મહેતા, પૂર્વ?ટ્રસ્ટી કૈલાસભાઇ?એમ. વોરા તેમજ જિતેન્દ્રભાઇ છાયા અને નિરૂપમભાઇ છાયા દ્વારા જ્ઞાતિની હાલની ટીમ ચાલુ રહે અને અતુલભાઇ મહેતા દ્વારા પોતાની સાથેના સભ્યો નક્કી કરવામાં આવે તેવી રજૂઆત કરતાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ તે બાબતને વધાવી લીધી હતી. જેથી અતુલભાઇ એમ. મહેતા દ્વારા પોતાની સાથે કારોબારીમાં ડો. ઊર્મિલ એચ. હાથી, દર્શક કે. બૂચ, ભૌમિક એ. વચ્છરાજાની, અવનિશ?પી. વૈશ્નવ, બંસરીબેન ડી. ધોળકિયા, નિપુણ?સી. માંકડ, ઉદય બી. વોરા તેમજ રક્ષક એ. અંતાણીના નામની જાહેરાત કરી હતી. સાથેના અન્ય ચાર ઉમેદવારોએ જ્ઞાતિમાં એકતા જળવાઇ?રહે અને ચૂંટણી ન થાય તેવા હેતુથી અતુલભાઇની રજૂઆતને સમર્થન આપ્યું હતું અને ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ચૂંટણી અધિકારી નિરંજનભાઇ વૈદ્યએ નવ જણને બિનહરીફ?ચૂંટાયેલા જાહેર કર્યા હતા અને વર્ષ 2019થી 2022 સુધીની ત્રણ વર્ષ માટેની કારોબારી સમિતિ જાહેર કરવામાં આવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer