માનવ મંદિર ખાતે 30મીએ જીનલબેનનો પ્રવજ્યા મહોત્સવ

માનવ મંદિર ખાતે 30મીએ  જીનલબેનનો પ્રવજ્યા મહોત્સવ
કોડાય (તા. માંડવી), તા. 20 : બિદડા માનવ મંદિર ખાતે આગામી 30મીએ જીનલબેનનો પ્રવજ્યા મહોત્સવ યોજાશે. રાપર તા.ના ગં.સ્વ. જશવંતીબેન કાંતિલાલ મહેતાની કુળદીપિકા કુ. જીનલબેન કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સ્થા. જૈન સંપ્રદાયના આ. છોટાલાલજી મ.સા.ના શિષ્ય માનવ મંદિરના પ્રણેતા દિનેશચંદ્રજી મ.સા.ના આશીર્વાદ પ્રાપ્ત કરી દીક્ષા ગ્રહણ કરશે. આ મહોત્સવ અંતર્ગત તા. 26ના સવારે ગુરુ ભગવંતો અને દીક્ષાર્થીનો મંગળ પ્રવેશ, તા. 27ના સવારે માળા મુહૂર્ત, તા. 28ના સવારે સ્વસ્તિક મુહૂર્ત અને બપોરે સાંજી, તા. 29ના સન્માન સમારોહ-વર્ષીદાન અને બપોરે વિદાયમાન તેમજ તા. 30ના સવારે મહાભિનિક્રમણ શોભાયાત્રા તેમજ દીક્ષા યોજાશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer