નાદાલનો રેકોર્ડ : નવમીવાર ઇટાલિયન ઓપન ચેમ્પિયન

નાદાલનો રેકોર્ડ : નવમીવાર ઇટાલિયન ઓપન ચેમ્પિયન
રોમ, તા. 20 : સ્પેનના વિશ્વ નંબર બે ટેનિસ ખેલાડી રાફેલ નાદાલે સર્બિયાના વિશ્વ નંબર વન અને પરંપરાગત હરીફ નોવાક જોકોવિચને ફાઇનલમાં હાર આપીને રેકોર્ડ નવમીવાર ઇટાલિયન ઓપન ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું છે. નાદાલનો આ વર્ષનો આ પહેલો ખિતાબ છે. ઇટાલિયન ઓપન કલે કોર્ટ પર રમાઇ હતી. નાદાલે બે કલાક અને 2પ મિનિટ રમતના અંતે જોકોવિચ સામે 6-0, 4-6 અને 6-1થી જીત મેળવી હતી. આ વિજય સાથે નાદાલે માસ્ટર્સ 1000 ટાઇટલ જીતવાના મામલે જોકોવિચ (33)ની બરાબરી કરી લીધી છે. નાદાલને કેરિયરનો આ કુલ 81મો ખિતાબ છે. જ્યારે 34મો માસ્ટર્સ ખિતાબ છે. નાદાલ અને જોકોવિચ વચ્ચે આ પ4મી ટક્કર થઇ હતી. જેમાં નાદાલને 26મા અને જોકોવિચને 28માં જીત મળી છે. નાદાલ હવે 26 મેથી શરૂ થઇ રહેલા ફ્રેંચ ઓપનમાં રમશે. આ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ તે રેકોર્ડ 11 વખત જીતી ચૂકયો છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer