ઇંગ્લેન્ડનો પાક સામે અંતિમ વન-ડેમાં 54 રને વિજય

લીડ્સ, તા. 20 : સ્ટાર બેટ્સમેન જો રૂટની 84 રનની અને કેપ્ટન ઇયાન મોર્ગનની 76 રનની શાનદાર ઇનિંગ બાદ ઝડપી બોલર ક્રિસ વોક્સની પ વિકેટની મદદથી પાંચમી અને આખરી વન-ડે મેચમાં ઇંગ્લેન્ડની ટીમે પ4 રને જીત મેળવીને પાકિસ્તાનનો 4-0થી સફાયો કર્યો હતો. શ્રેણીની પહેલી મેચ વરસાદમાં ધોવાઈ હતી. વર્લ્ડ કપ પૂર્વેની આખરી વન-ડે સિરીઝમાં યજમાન ઇંગ્લેન્ડની ટીમે સંપૂર્ણ દબદબા સાથે જીત નોંધાવી હતી. ગઇકાલે રમાયેલી પાંચમી ડે-નાઇટ વન-ડે મેચમાં ઇંગ્લેન્ડના 9 વિકેટે 3પ1 રનના જવાબમાં પાકિસ્તાનની ટીમ 46.પ ઓવરમાં 297 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાન તરફથી સુકાની સરફરાઝ અહેમદે સર્વાધિક 97 રન 80 દડામાં કર્યાં હતા. જ્યારે બાબર આઝમે 83 દડામાં 80 રનની ઇનિંગ રમી હતી. આ સામે ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે ઘાતક બોલિંગ કરીને પ4 રનમાં પ વિકેટ લીધી હતી. પાક.ની શરૂઆત ખરાબ રહી હતી અને 6 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બાબર અને સુકાની સરફરાઝ વચ્ચે ચોથી વિકેટમાં 146 રનની ભાગીદારી થઇ હતી. ક્રિસ વોક્સ મેન ઓફ ધ મેચ થયો હતો. જ્યારે જેસાન રોય મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer