ઓસ્ટ્રેલિયાનો વિશ્વકપમાં સૌથી વધુ રનનો વિક્રમ તૂટશે ?

નવી દિલ્હી તા. 20 : ઇંગ્લેન્ડની વિકેટો પર હાલ જે રીતે રનના ઢગલા થઇ રહ્યા છે એથી એ તો નિશ્ચિત બની ગયું છે કે આ વખતના વિશ્વકપમાં બેટધરોની બોલબાલા રહેશે. વિવેચકોના મતે 30 મેથી શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપમાં પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમનો એક ઇનિંગમાં સર્વાધિક રનનો રેકોર્ડ તૂટી શકે છે. વર્લ્ડ કપની એક મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. કાંગારૂ ટીમે 201પના વર્લ્ડ કપમાં પર્થમાં અફઘાનિસ્તાન સામે ડેવિડ વોર્નરના ધમાકેદાર 178 રનની મદદથી 6 વિકેટે 417 રન ખડકયાં હતા. જે રેકોર્ડ આ વખતે ઇંગ્લેન્ડની ધરતી પર લગભગ તૂટશે તેવું અનુમાન થઇ રહ્યંy છે. વર્લ્ડકપની એક ઇનિંગમાં 400થી વધુ રન ચાર વખત બન્યા છે. જેમાં પહેલા નંબર પર ઓસ્ટ્રેલિયા (6/417) છે. બીજા નંબર પર ભારતીય ટીમ છે. તેણે 2007ના વિશ્વકપમાં પોર્ટ ઓફ સ્પેન ખાતે બરમુડા સામે પ વિકેટે 413 રન કર્યાં હતા. જેમાં સેહવાગના 87 દડામાં 114 રન મુખ્ય હતા. 201પના વર્લ્ડ કપમાં દ. આફ્રિકાએ કેનબેરા ખાતે આયરલેન્ડ સામે 4 વિકેટે 411 રન બનાવ્યા હતા. 201પના જ વર્લ્ડકપમાં આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે પ વિકેટે 408 રન ખડકયાં હતા. જે વિશ્વકપનો ચોથો સર્વાધિક સ્કોર છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer