જિલ્લાકક્ષાની વ્હીલચેર પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં મુલુંડની યુવતી ઝળકી

જિલ્લાકક્ષાની વ્હીલચેર પાવર લિફ્ટિંગ  સ્પર્ધામાં મુલુંડની યુવતી ઝળકી
મુલુંડ (મુંબઇ), તા. 20 : જિલ્લાકક્ષાની વ્હીલચેર પાવર લિફ્ટિંગમાં કુ. ખુશ્બૂ ગણાત્રાએ સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ સહિત કુલ્લ ચાર ઇનામ મેળવ્યાં હતાં. જિલ્લા સ્તર પર વ્હીલચેર (પેરા) પાવર લિફ્ટિંગ સ્પર્ધા બાંદ્રાના જરીમરી માતા મંદિર હોલમાં યોજાઇ હતી. જેમાં મુલુંડની કુ. ખુશ્બૂ ગણાત્રાએ ફરી મેદાન મારી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ સાથે જ યોજાયેલી મેયર કપ વ્હીલચેર પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં દ્વિતીય નંબરે રહી સિલ્વર મેડલ તેમજ ઓવર ઓલ બેસ્ટ લિફટરની વ્હીલચેર પ્લેયરની ટ્રોફી પણ તેને એનાયત કરાઇ હતી. ઉપરાંત પહેલીવારમાં જ નેશનલ ક્લીયર કરવા માટે ટ્રોફી આપી ખુશ્બૂનું સન્માન કરાયું હતું. (નાગપુરમાં નેશનલ વ્હીલચેર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.) આમ એકંદરે ચાર ઇનામ એક જ દિવસમાં તેને મળ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં પણ જિલ્લા સ્તરે આ પેરા સ્પોર્ટસમાં ખુશ્બૂએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જન્મથી જ વ્હીલચેર પર 28 વર્ષની ખુશ્બૂ પેરા સ્પોર્ટસમાં અજબનો જુસ્સો દર્શાવી રહી છે. ગયા વર્ષે મોન્સૂન કપ અને ગયા અઠવાડિયે જિલ્લા સ્તરે આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપનું સફળ આયોજન કરી દિવ્યાંગ લોકો માટે એક આઇકોન-પ્રેરણાસ્રોત બની રહી છે. મુલુંડમાં આર્મ રેસલિંગ ડિસ્ટ્રીક્ટ લેવલના ચેમ્પિયન, વિનર્સ, નાગપુરમાં સ્ટેટ લેવલ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. તેમાં સ્થાનિક પદાધિકારીઓ તરીકે હાજરી આપવા પ્રમુખ ખુશ્બૂ ગણાત્રા, સેક્રેટરી લાલજીભાઇ સ્પર્ધકો સાથે નાગપુર ગયા છે. જો સમાજનો આવો જ સાથ મળે તો ડિસએબલ્ડ રમતવીરો માટે ખુશ્બૂ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરી ટૂર્નામેન્ટ્સ યોજવા માગે છે. વધુ માહિતી માટે ખુશ્બૂ ગણાત્રા-79772 25412, લાલજીભાઇ-98920 06628નો સંપર્ક સાધવા જણાવાયું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer