ધાર્મિક એકતા, શાંતિ, સંગઠન પર ભાર મુકાયો

ધાર્મિક એકતા, શાંતિ, સંગઠન પર ભાર મુકાયો
મુંદરા, તા. 19 : સુન્ની મુસ્લિમ જમાતની મસ્જિદની સંગે બુનિયાદ મુફતી-એ કચ્છ અલહાઝ સૈયદ હાજી અહેમદશાહ બાવાના પુત્ર સૈયદ હાજી અનવરશાહ બાવાના હસ્તે થઇ હતી. આ પ્રસંગે સૈયદ હાજી અનવર શાહ બાવાએ જણાવ્યું કે, જ્યારે માણસને તરસ લાગે છે ત્યારે પાણીની તલાસ કરે છે, ભૂખ લાગે છે ત્યારે ખોરાકની તલાસ કરે છે, આરામ કરવા નીંદરની તલાસ કરે છે એવી જ રીતે એમના દિલમાં જ્યારે આ દુનિયામાંના સર્જનહાર પરમ કૃપાળુ ઇશ્વર અલ્લાહની તલાસ દિલમાં જાગે છે ત્યારે માણસને પ્રભુ-ખુદાની બંદગી માટે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચનું નિર્માણ કરવાની ઝંખના ઉદભવે છે. તિલાવતે કુરાન ઇકબાલ હુશેન મૌલાનાએ રજૂ કરી હતી. ઉપસ્થિત ગામના સરપંચ ધનજી મહેશ્વરીએ પ્રાસંગિક પ્રવચનમાં શાંતિ અને સંગઠન ઉપર ભાર મૂકયો હતો. ઉપસરપંચ અદ્રેમાન ગુલામ હુશેન, માજી સરપંચ માવજીભાઇ કલ્યાણભાઇ, ભરતભાઇ ગોસ્વામી, શ્રી ઝાલા, કાનજીભાઇ મહેશ્વરી, નારૂભા સામતજી, કેણજીભાઇ કાંયાજી, રાણાભાઇ ગઢવી, ઉદયસંગ કાનજી, મનુભા કરશનજી, જુવાનસંગ ભાટી, સુન્ની જમાત પ્રમુખ કરીમ મામદ બુઢા ચાકી, મંત્રી અબુબકર મુસા તુર્ક, ઇશાભાઇ તુર્ક, રસીદભાઇ તુર્ક, અજીજભાઇ તુર્ક, ઉમરભાઇ રાયમા, લિયાકતભાઇ તુર્ક, સલાઉદિનભાઇ તુર્ક, કાદરભાઇ તુર્ક, તારમામદ તુર્ક, કાસમભાઇ મીંયાજી, જુમાભાઇ પીંજારા, હબીબ માંજોઠી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મસ્જિદનો નકશો મુનિરભાઇએ તૈયાર કર્યે છે. સંચાલન ધ્રબ મસ્જિદના ઇમામ શેરઅલીશાહ બાવાએ કર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer