રામબાગમાં ઝડપાયેલા એ કર્મચારી ખાનગી એજન્સીના

ગાંધીધામ, તા. 20 : પૂર્વ કચ્છ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા લાંચ લેતા ઝડપેલા બે કર્મચારીઓ એજન્સીના કર્મચારી હોવાનું તાલુકા આરોગ્ય વિભાગે જણાવ્યું છે. ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે સરકારની યોજના હેઠળ લાભાર્થીઓને સરળતા રહે તે હેતુથી તાલુકા કક્ષાની હોસ્પિટલમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ માટે એક રૂમની ફાળવણી કરવામાં આવી છે. આ સ્ટાફની ગુજરાત ઈન્ફોટેક લિમિટેડ દ્વારા હંગામી ધોરણે કરાર આધારીત નિમણૂક કરવામાં આવે છે. તેનું જિલ્લા કક્ષાએ ડીસ્ટ્રીકટ કોઓર્ડીનેટર દ્વારા સંચાલન કરાય છે. લાંચ લેતા ઝડપાયેલા મનોજ મિશ્રા અને નીરજ કામાણી રામબાગ કે તાલુકા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer