ટી.વાય. બી.કોમ.નું 51 ટકા પરિણામ

ભુજ, તા. 20 : કચ્છ યુનિવર્સિટી દ્વારા ગત માર્ચ-2019માં લેવામાં આવેલી વિવિધ પરીક્ષાઓનું પરિણામ જાહેર થયું છે. ટી.વાય. બી.કોમ. સેમેસ્ટર-6 (રેગ્યુલર)નું પ્રમાણમાં નબળું 51.09 ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે એક્સટર્નલનું આ અભ્યાસક્રમના અંતિમ વર્ષનું માત્ર 35.75 ટકા પરિણામ આવ્યું છે. નોંધનીય છે કે બીજા કોર્સની સરખામણીએ કોમર્સના ખાસ કરીને એક્સટર્નલના તો તદ્દન નબળા પરિણામ આવી રહ્યા છે. એમ.એસસી. (ગણિત) સેમેસ્ટર-4નું ઊંચું 91.30 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે એમ.એસસી. (કેમેસ્ટ્રી) સેમસ્ટર-2નું 87.50 ટકા, એમ.એસસી. (આઈટી) સેમેસ્ટર-2નું 86.67 ટકા, એમ.એસસી. (સીએ એન્ડ આઈટી) સેમેસ્ટર-2નું 95 ટકા પરિણામ આવ્યું છે. એમ.એ. (મનોવિજ્ઞાન) સેમેસ્ટર-2નું 73.91 ટકા, એમ.એ. (સંસ્કૃત) સેમેસ્ટર-2નું 100 ટકા, એમ.એ. (હિન્દી) સેમેસ્ટર-2નું 100 ટકા, એમ.એ. (ગુજરાતી) સેમેસ્ટર-2નું 91.49 ટકા, એમ.એ. (અંગ્રેજી) સેમેસ્ટર-2નું 66 ટકા, એમ.એ. (અર્થશાત્ર) સેમસ્ટર-2નું 97.75 ટકા અને એમ.એ. (આર્કિયોલોજી) સેમેસ્ટર-2નું 100 ટકા પરિણામ આવ્યું છે. એસ.વાય. બી.કોમ. સેમેસ્ટર-4નું 47.65 ટકા અને એસ.વાય. બી.કોમ. સેમેસ્ટર-4 (એક્સટર્નલ)નું માત્ર 31.72 ટકા નબળું પરિણામ આવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer