ભીમસરમાં ખાનગી કંપનીના કર્મચારી ઉપર થયો હુમલો

ગાંધીધામ, તા. 20 : નખત્રાણા તાલુકાના ભીમસર ગામમાં સરપંચના ભાઈ સહિત બે શખ્સોએ ખાનગી કંપનીના કર્મચારી ઉપર હુમલો કર્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મારામારીનો આ બનાવ ભીમસર ગામમાં આજે બપોરે 12 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓ ભૂપતસિંહ ચતુરસિંહ સોઢા અને ફકુઅલી ચાવડાએ ફરિયાદી સોહનલાલ ગોપીલાલ શર્મા ઉપર લાકડી વડે હુમલો કરી હાથમાં આંગળીમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદી બાંધકામ પેઢીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ભીમસર ગામના તળાવમાં કંપનીના વીજ લાઈન નાખવાનું કામ ચાલુ હતું. તું અમને પૂછયા વગર કેમ કામ કરે છે, તેવું કહી હુમલો કર્યો હતો. આ અંગે નિરોણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer